ગુજરાત ના લગભગ બધા જિલ્લાઓમાં રવિવારે પણ ભારે થી અતિભારે વરસાદ થયો હતો. અમદાવાદ,ડીસા,ઈડર,રાજકોટ અને કાંડલા માં વધારે નુકસાન થયું.ભારે વરસાદ ના કારણે રાજ્ય ના અનેક શહેરોમાં પૂર ની સ્થિતિ બની ગયી છે. છેલ્લા ત્રણ દિવસો માં મોરબી. રાજકોટ. જામનગર. સુરેન્દ્રનગર. અને અમદાવાદ માં થી હજારો લોકો ને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
[yuzo_related]
રાજ્ય માં બયાવ કામગીરી યુદ્ધ સ્તરે યાલી રહી છે.આ દરમિયાન શહર ના રસ્તાઓ ને પણ નુકસાન થયું છે જેથી રવિવારે લાંબો જામ લાગ્યો હતો. રવિવારે 8.30 વાગે થી 24 કલાક માં ડીસામાં 248 મિ.મી.ઈડર માં 112 મિ.મી.અમદાવાદ માં 64 મિ.મી.કાંડલા માં 38 મિ.મી.નવુ કાંડલા માં 21 મિ.મી.સુરેન્દ્રનગર માં 11 મિ.મી.રાજકોટ માં 8 મિ.મી.ભુજ.સૂરત.વલ્લભ વિદ્યાનગર માં 7 મિ.મી. ભાવનગર માં 3 મિ.મી. પોરબંદર માં 2 મિ.મી. અને અમરેલી માં 1મિ.મી વરસાદ થયો હતો. આ પરિસ્થિતિ માટે રાજસ્થાન અને આસપાસના વિસ્તાર માં બનેલું ઓછા દબાણ કેન્દ્ર જવાબદાર હોઈ શકે છે.
આ પરિસ્થિતિ ને લીધે ભેજ આકૃમણ માં બધારો થવા થી વાદળો નુ નિર્માણ થયું અને વરસાદ થયુ.આ હવામાન પરિસ્થિતિ ના આધારે આવતા 24 થી 48 કલાક માં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આના કારણે અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાય શકે છે. 25 જુલાઈ પછી વરસાદ ઓછુ થવાની શક્યતા છે.
પછી છૂટાછવાયા હણવા વરસાદ થવાની શક્યતા છે. 23 જુલાઈ સુધી રાજ્ય માં 22% વધારા નો અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 74% નો વરસાદ થઇ ગયોહતો.
Image Credit: www.india.com